મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના સભ્યને ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા માર મરનારા બે શખ્સની ધરપકડ


SHARE









મોરબી તાલુકા પંચાયતના સભ્યને ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા માર મરનારા બે શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્યએ તેના ભત્રીજાના મિત્રને ઉછીના રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે રૂપિયા તેને પાછા માંગતા રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસે બે શખ્સોએ થોડા દિવસો પહેલા હુમલો કરીને તેને માર માર્યો હતો અને માથામાં પાછળના ભાગે પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ફ્લોરા ૧૫૦ સી-૩૦૨ માં રહેતા મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્ય ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા (૩૪)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા અને પાર્થ ઉર્ફે લાલો નાનજીભાઈ મિયાત્રા રહે. બંને રવાપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, સુરેશભાઈ મિયાત્રા તેના ભત્રીજાનો મિત્ર છે અને તેને તેઓએ હાથ ઉછીના રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે પૈસા તેણે પાછા માગતા સુરેશભાઈ ઉસ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદીને માથાના પાછળના ભાગમાં પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને પાર્થ મિયાત્રાએ તેને ગાળોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે બંને આરોપી સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા અને પાર્થ ઉર્ફે લાલો નાનજીભાઈ મિયાત્રા રહે. બંને રવાપર ગામ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

કારખાનામાં ઊંચાઈએથી પડી જતા સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ એકોર્ડ સિરામિક નામના કારખાનામાં કામ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા બ્રિજેશકુમાર ટીકારામ આહિરવાલ (ઉંમર ૨૨) નામના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સમર્પણ હોસ્પિટલે અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

વૃદ્ધા સારવારમાં
મોરબીના શનાળા કંડલા બાયપાસ નજીક આવેલ કેનાલ રોડ પાસે આવેલ ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટમાં રહેતા જસવંતીબેન કલ્પેશભાઈ સરડવા નામના ૭૨ વર્ષના વૃદ્ધાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે જસવંતીબેન બાઈકમાં પાછળના ભાગે બેસીને ઉમિયા સર્કલ બાજુ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી હતી.




Latest News