22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: સાત શખ્સો પકડાયા, બેની શોધખોળ


SHARE









મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: સાત શખ્સો પકડાયા, બેની શોધખોળ

મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે તળાવના કાંઠે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા હતા આવી જ રીતે મોરબી શહેરની અંદર સાવસર પ્લોટ મેઇન રોડ તથા સિપાઈવાસ પાસે વરલી જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને તેમાં બે વ્યક્તિઓ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જોકે બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રસિકભાઈ પોપટભાઈ પનારા જાતે પટેલ (૫૨) રહે. રાજપર કુંતાસી, જયંતીભાઈ શિવાભાઈ માંડવીયા જાતે કોળી (૫૯) રહે. બોડકી, વિજયભાઈ ઉર્ફે ભુપતભાઈ દેવજીભાઈ નાટડા જાતે બોરીચા (૪૫) રહે કૂંતાસી માળીયા, જયેશભાઈ કાળુભાઈ પાંચિયા જાતે ભરવાડ (૩૪) રહે. બોડકી અને કાદરભાઇ એહમદભાઇ બુખારી જાતે સૈયદ (૫૨) રહે. આમરણ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૩,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સિપાઈવાસ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોનકભાઈ વિમલભાઈ મકવાણા જાતે કંદોઈ (૧૯) રહે. પારેખ શેરી ગોકળડોસાની બારી પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૨૦૦ રોકડા કબજે કર્યા હતા અને તેની પાસેથી ઈરફાન ઇસ્માઈલભાઈ ઉર્ફે બાબુભાઈ જુનાણી રહે. લખધીરવાસ ચોક વાંકાનેર દરવાજા પાસે મોરબી વાળાનું નામ સામે આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે વરલી જુગાર ની બીજી રેડ મોરબીના સાવસર પ્લોટ રોડ ઉપર કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરણી જુગારના આંકડા મોબાઈલમાં ટાઈપ કરી વ્હોટ્સએપમાં મોકલવામાં આવતા હતા અને મોબાઈલ વ્હોટ્સએપ થકી વરલી જુગાડના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૪૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન અને ૩૬૦ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૪૩૬૦ ની કિંમતના મુદામાલની સાથે નાનજીભાઈ રત્નાભાઇ તાવીયાડ (૪૧) રહે. ગોકુળનગર લાયન્સનગર જીઇબી પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી હનીફ રહે. મોરબી વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે




Latest News