મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીના લીલપર ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીના લીલપર ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ મહર્ષિ ટેક્સટાઇલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે લાડલી પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મહર્ષિ ટેક્સટાઇલ્સ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રભાઈ અતારસિંહ રાજપુત (૨૬) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવર્ટારમાં હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ અંગેની કારખાનેદાર સતિષભાઈ કરમશીભાઈ મોરડીયા જાતે પટેલ (૨૩) રહે. રામેશ્વર પેલેસ બ્લોક નં-૪૦૨ શિવ શક્તિ પાર્ક આલાપ રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

આરકે બોટલ દારૂ

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર બે-ત્રણ ની વચ્ચેના ભાગમાં આવેલ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી યુનુસભાઇ ઈશાભાઈ સુમરા જાતે સંધિ (૩૦) રહે. વીરપરડા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેણે અશોકભાઈ બાબુભાઈ સવસેટા રહે. કોયલી (કૃષ્ણનગર) તાલુકો મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News