મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અઢારેય વર્ણને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજની અપીલ


SHARE













મોરબી જીલ્લામાં અઢારેય વર્ણને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજની અપીલ

લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના ક્ષત્રિયા સમાજની બહેન દીકરી વિષે ટિપ્પણી કરી હતી જેથી તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી જો કે, ભાજપે તેની ટિકિટ રદ કરેલ નથી જેથી કરીને હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ૨માં ધર્મરથ કાઢવામાં આવેલ છે જે રથ આજે સવારે મોરબીના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી નીકળ્યો હતો અને મોરબી જિલ્લાના ટંકારા અને માળીયા તાલુકાનાં ગામડે ગામડે જઈને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે અઢારેય વર્ણને અપીલ કરવામાં આવશે અને શપથ લેવામાં આવશે

હવે લોકસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સામે આંદોલનના પાર્ટ૨ શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતભરમાં ભાજપના વિરુદ્ધમાં વધુમાં વધુ તદાન કરવામાં આવે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ધર્મરથ કાઢવામાં આવેલ છે ત્યારે મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા તાલુકામાં ભાજપ વિરુદ્ધ મતદાન વધુમાં વધુ કરવામાં આવે તેના માટે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા, રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.ડીજાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલા સહિતના હાજર રહ્યા હતા અને જય ભવાની, ભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ રથ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાનની ચાલી રહેલી લડતનો સંદેશો ગામડે ગામડે આપશે અને હાલમાં ભાજપ સામે જે લડાઈ ચાલી રહી છે તેને મોરબી પાટીદાર સમાજ મુસ્લિમ સમાજ સહિતના સમાજ દ્વારા ટેકો આપવામાં આવેલ છે અને આગામી તા.૭ ના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવે ત્યારે ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મત પડે તેના માટેના એક એક આગેવાન સહિતના વ્યક્તિઓ તન, મન અને ધનથી મહેનત કરશે તેવું આગેવાનોએ કહ્યું છે








Latest News