વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરાઈ


SHARE









વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરાઈ

(કેતન ભટ્ટી દ્વારા)  વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવતાં જ્ઞાાતિજનોએ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ રાસોત્સવની રમઝટ બોલાવી હતી, વિજેતાઓને ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.
માં ઉમિયા માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય તથા આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, વાંકાનેરની પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ પટેલ સમાજ વાડી ખાતે શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓ, યુવાન ભાઈઓ, બહેનો અને વડીલોએ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને સમાજનાં પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, જયંતિભાઈ પડસુંબીયા, જયંતિભાઈ રાણીપા, ડૉ. વિજય પટેલ તથા યુવા ટીમનાં અગ્રણી વિશાલભાઈ પટેલ,રાકેશ અઘારા ,પ્રકાશભાઈ  વિડજા ,સાગરભાઈ પટેલ સહિતનાં અગ્રણીઓ હસ્તે ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.




Latest News