મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં ડીલેવરીમાં સિઝેરિયન બાદ બ્લીડિંગ શરૂ થઈ જતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત વાંકાનેરના વીરપર નજીકથી 1000 લિટર આથો-45 લિટર દારૂ સાથે એક પકડાયો: સુંદરગઢ ગામે ઘરમાંથી 100 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ


SHARE













હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ

હળવદ તાલુકાની મોરબી ચોકડી પાસેથી પસાર થતી સીએનજી રીક્ષામાં સાત ઘેટાને ભરીને કતલખાને લઈ જતા હતા જે રીક્ષાને રોકવામાં આવી હતી અને ત્યારે રિક્ષામાં ઘાસચારાની કે અન્ય કોઈ સુવિધા ન હતી અને ઘેટાને ધ્રાંગધ્રા તાલુકાનાં ગામડામાંથી ખરીદી કરીને કતલખાને મોરબી લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના સાત નંગ ઘેટાં બચાવવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ગુનો નોંધાયેલ છે જે પૈકીના બે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની સોનીવાડમાં રહેતા કિરણકુમાર રજનીકાંતભાઈ પંડ્યા (૩૮)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતુભાઈ દેવાભાઈ સલાટ, રાજુભાઈ દેવાભાઈ સલાટ,  છેલાભાઈ ભરવાડ અને ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની મોરબી ચોકડી પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૩૩૦ પસાર થતી હતી જેને રોકવામાં આવી ત્યારે તેમાંથી સાત નંગ ઘેટા મળી આવતા ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના અબોલ જીવને રિક્ષામાં બેઠેલ જીતુભાઈ સલાટ અને રાજુભાઈ સલાટ છેલાભાઈ ભરવાડ પાસેથી ખરીદી કરીને ઇસ્માઈલભાઈ ખાટકીને વેચાણ કરવા માટે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે કિરણકુમાર પંડ્યાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જીતુભાઈ દેવાભાઈ સલાટ (૩૯) તથા રાજુભાઈ દેવાભાઈ સલાટ (૪૧) રહે. બંને નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને છેલાભાઈ ભરવાડ રહે. કોપરણી તાલુકો ધાંગધ્રા તેમજ ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકી રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News