વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ


SHARE









મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ

ચોમાસા પછી મોરબી શહેર અને જીલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો પાણીજન્ય રોગચાળાની જપેટમાં આવ્યા છે જેથી કરીને મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની મોરબી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ હાલમાં જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તથા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તે પાણી દૂષિત હોવાના લીધે હાલમાં ઘરે ઘરે પાણીજન્ય રોગચાળો છે હમણા વરસાદના પાણી સાથે નદીના પાણીમાં સિરેમિકસ, પેપર મીલ સહિતના એકમોના કચરો નદીના વરસાદી પાણી સાથે ડેમ અને ફિલ્ટર હાઉસમાં આવેલ છે અને ફિલ્ટર કર્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે તો પણ પાણીનાં કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળેલ છે તેવા સંજોગોમાં ડેમ અને ફિલ્ટર હાઉસમાંથી પાણીના નમૂના લેવા જોઈએ અને લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે જાહેર જનતાના હિતાર્થે તેઓએ મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. 




Latest News