મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ગેરરીતિ-ભ્રષ્ટાચારના કારણે અનેક ટેલેન્ટેડ પ્લેયર્સની કારકિર્દી ખરાબ : વાલીઓનો આક્ષેપ-લડતના એંધાણ


SHARE













મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ગેરરીતિ-ભ્રષ્ટાચારના કારણે અનેક ટેલેન્ટેડ પ્લેયર્સની કારકિર્દી ખરાબ : વાલીઓનો આક્ષેપ-લડતના એંધાણ

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ખેલાડીઓના સિલેકશનમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથે વાલીઓ દ્વારા મોરબીમાં પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં ક્રિકેટ ટીમના ખેલાડીઓના સિલેકશમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેથી કરીને આ મામલે પ્રમુખને પણ રજૂઆત કરેલ છે પરંતુ જો તાત્કાલિક મોરબી ક્રિકેટ એસો.નાં કોચને બદલવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચચારી છે. 

ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાંથી સારા ખેલાડીઓ બહાર આવે તેવા માટેના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે જો કે, ભ્રષ્ટાચાર અને લાગવગના લીધે ઘણા ખેલાડીઓની કારકિર્દી ખરાબ થઈ જતી હોય છે આવો જ સિલસિલો મોરબીમાં આવેલ મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. માં જોવા મળેલ છે જેથી કરીને ખેલાડીઓના વાલીઓ દ્વારા આ બાબરે મોરબી ક્રિકેટ એસો.ના પ્રમુખ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પણ રજૂઆત કરવામાં આવી છે જો કે, કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને ગઇકાલે ખેલાડીઓના વાલીઓ દ્વારા મોરબીમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં સમીર પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે તેનો દિકરો અન્ડર ૧૪ માંથી અન્ડર ૧૬ માં આવ્યો છે. અને અન્ડર ૧૬ માં તેનું સિલેક્શન હતું. જો કે, જાન્યુઆરી 2૨૦૨૪ માં તેનો દીકરો અન્ડર ૧૪ માં રમ્યો ત્યારે આખા સૌરાષ્ટ્રમાં લીડર બોર્ડમાં તેનો ૨૬ મો રેન્ક હતો. આજના અન્ડર ૧૬ સિલેક્શનમાં તેનું નામ મોરબી ડિસ્ટ્રિકટના ટોપ ૩૫ માં પણ નથી. જેથી કરીને આ બાબતે મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.ના પ્રમુખ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને રજૂઆત કરેલ છે પરંતુ હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જો પગલાં નહિ લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં મોરબીમાં રિયલ કિકેટ એકડમી ચલાવતા વિશાલભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.ના જે હેડ કોચ છે તે અગાઉ ભ્રષ્ટાચારમાં દંડાયેલા છે. તો પણ તેને રિપીટ કરવામાં આવે છે ? અને મોરબીમાં ઘણા ખેલાડી એવા છે જેને ૧૦ વર્ષ સુધી ક્રિકેટમાં મહેનત કરી હતી પરંતુ કંટાળીને ક્રિકેટ છોડી દીધેલ છે અને સૌથી મોટો સવાલ તો એ છે કે, સિલેકશન માટે સિલેક્શન મેચ રમાડવામાં આવે તે જરૂરી છે જો કે, મેચ વગર જ સિલેકશન કરવામાં આવે છે અને મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.નું સિલેક્શન કોઈ પ્રાઇવેટ એકેડમીમાં શુ કામ કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે અને સિલેક્શન મેમ્બર્સની હાજરીમાં કાયદેસર રીતે ખેલાડીઓનું સિલેક્શન થવું જોઈએ. હાલમાં મોરબીમાં ખેલાડીઓના વાલીઓ દ્વારા સૌરાષ્ટ્ર અને ભારત ક્રિકેટ એસો.માં આ મુદે લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આગામી સમયમાં આ મુદે આંદોલન પણ કરવાની તૈયારી છે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News