મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બની રહેલા સ્વામી નારાયણ મંદિરની સાઇટ ઉપર ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં બની રહેલા સ્વામી નારાયણ મંદિરની સાઇટ ઉપર ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત

મોરબી શહેરના વિસ્તારમાં જુલતા પુલની બાજુમાં સ્વામી નારાયણ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે અને તે બાંધકામની સાઈટ ઉપર કામગીરી દરમ્યાન યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ઇમામ ચોક ખાતે રહેતા સલમાન રસુલભાઇ મોવર (૧૭) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં જુલતા પુલની બાજુમાં બની રહેલા સ્વામી નારાયણ મંદિર ખાતે બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં બાંધકામની સાઈટ ઉપર કામકાજ કરી રહ્યો હતો દરમિયાન સાંજના છ વાગ્યાના અરસામાં તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને મોરબીમાં આવેલ શ્રી હરિ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત મૃત્યુના બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા યુવાનને ત્યાં ઉંચી માંડલ ગામ પાસે આવેલ સ્પાન કંપનીની અંદર મારા મારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને રાહુલભાઈ અમૃતલાલ (૨૬) રહે. ઉચી માંડલ વાળાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જસપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા મનુભાઈ પ્રહલાદભાઈ પાલ (૩૦) નામના યુવાને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને આગળની તપાસ હવે મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News