હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રાજકોટથી ખરીદી કરીને મોરબી પરત આવત બે મિત્રોને લજાઈ નજીક નડ્યો અકસ્માત: એકનું મોત-એક સારવારમાં


SHARE













રાજકોટથી ખરીદી કરીને મોરબી પરત આવત બે મિત્રોને લજાઈ નજીક નડ્યો અકસ્માત: એકનું મોત-એક સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ પાસે આવેલ હોટલ સામેથી ડબલ થવાની બાઈક પસાર થતું હતું ત્યારે અજાણી કારના ચાલકે તે ડબલ થવાની બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે અજાણી કારના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસે શ્રી સાબુની સામેના ભાગમાં રહેતા મીનાબેન દિનેશભાઈ રાઠોડ જાતે લુહાર (૬૦)એ અજાણ્યા કાર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬/૫ ના રાત્રીના સવા દસેક વાગ્યાના અરસામાં તેનો દીકરો આનંદ દિનેશભાઈ રાઠોડ (૩૭) અને તેનો મિત્ર મનીષભાઈ ભગવાનજીભાઈ બંને રાજકોટ ખરીદી કરવા માટે ગયા હતા ત્યાંથી પરત મોરબી બાજુ આવી રહ્યા હતા. દરમિયાન લજાઈ ગામ નજીક આવેલ હોનેસ્ટ હોટલની સામેના ભાગમાં રસ્તા ઉપર કોઈ અજાણી કારના ચાલકે તેઓના ડબલ સવારી બાઈક નંબર એમએચ ૪૭ વી ૩૯૯૦ ને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના દીકરા આનંદને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, મનીષભાઈને માથા અને શરીરને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News