મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબી નજીક આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત 

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ ધર્મ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મોરબીની સરકારી હોસ્પિટલે તેના બોડીને લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આઈ.ટી.આઈ. ની પાછળના ભાગમાં આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા રોહિતભાઈ દયાળજીભાઈ પરમાર (૨૩) નામના યુવાને કોઇ કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેના ભાઈ પ્રકાશભાઈ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે. 

ફિનાઇલ પીધું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્કમાં પિતાના ઘરે ભારત અનિલભાઈ ત્રિવેદી (૩૫) નામના યુવાને ફિનાઇલ પી લેતા તેને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ક્રિશ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

હળવદના રણમલપુર ગામે વાસુદેવભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા સુરભાણભાઇ રાઠવાનો દસ વર્ષનો દીકરો અલ્પેશ ગામ નજીક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે બાઈકમાંથી તે પડી જતા તેને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને અકસ્માતનો બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં જાણ કરવામાં આવી છે.






Latest News