માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કાચા રસ્તેથી ડમ્પર લઈને જતા યુવાનને માર મારવાના ગુનામાં ચારની ધરપકડ


SHARE















મોરબી નજીક કાચા રસ્તેથી ડમ્પર લઈને જતા યુવાનને માર મારવાના ગુનામાં ચારની ધરપકડ

મોરબીના જુના સાદુળકા ગામની સીમમાં લક્ષ્મીનગર ગામથી આગળના ભાગે કારખાના તરફ જતા કાચા રસ્તા ઉપરથી ડમ્પર લઈને યુવાન ગયો હતો ત્યારે તેને જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ બે આંગળીઓમાં ફેક્ચર જેવી ઈજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં ચાર આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા મોહનસિંહ ઉર્ફે અટુભા ફતેસિંહ ઝાલા જાતે દરબાર (૨૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટિયા તેના દીકરા કપિલ હંસરાજભાઈ પાંચોટિયા અને સત્યમ હંસરાજભાઈ પાંચોટિયા તેમજ હરખજીભાઈ રાજકોટિયા રહે. બધા લક્ષ્મીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે ફરિયાદીનું બાર વ્હીલ વાળું ટાટા કંપનીનું ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૭૨૪૫ મોરબી માળિયા નેશનલ હાઈવે રોડથી ફોનિક કલર કારખાના તરફ જતા કાચા રસ્તેથી લઈ ગયા હતા જે આરોપી હંસરાજભાઈ પાંચોટિયાને સારું ન લાગતા ચારે આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ હાથની બે આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં પોલીસે આરોપી હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટિયા (૭૨), કપિલભાઈ હંસરાજભાઈ પાંચોટિયા (૨૧), સત્યમ હંસરાજભાઈ પાંચોટિયા (૧૯) અને હરખજીભાઈ રાજકોટિયા (૫૫) રહે. બધા લક્ષ્મીનગર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહિલ (૩૫) અને કમલેશભાઈ વીરજીભાઈ વાઘેલા (૨૫) નામના બે યુવાનોને ગામ પાસે આવેલ ફાટક નજીક મારામારીના બનાવમાં બંનેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.

માર માર્યો

મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ફરીદભાઈ રાઠોડ (૨૫) નામના યુવાનને પાણીના સંપ પાસે તેના પત્ની અને સાસુ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલ હાલતમા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે.






Latest News