મોરબીના કુલીનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની ૬ બોટલ સાથે એકની ધરપકડ
મોરબીમાં મોબાઈલથી વરલી જુગારના આંકડાની કપાત કરાવતા એક શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાં મોબાઈલથી વરલી જુગારના આંકડાની કપાત કરાવતા એક શખ્સની ધરપકડ
મોરબીના રણછોડનગર વિસ્તારમાં સાઈબાબા મંદિર પાસે મોબાઈલ ફોનથી મેસેજ લખાવીને વરલી જુગારના આંકડાની કપાત કરાવવામાં આવતી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોબાઈલ વડે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને રોકડ અને મોબાઈલ મળીને ૭૩૬૦ નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં સાઈબાબા મંદિર પાસે જાહેરમાં મોબાઈલ ફોનથી વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોબાઈલ ફોનના મેસેજમાં વરલી જુગારના આંકડા લખી અને લખાવીને જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને તેની પાસેથી ૪૦૦૦ ની કિંમતનો મોબાઇલ તથા ૩૩૬૦ ની રોકડા આમ કુલ મળીને ૭૩૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા જાતે કોળી (૪૭) રહે. નવલખી રોડ રણછોડનગર સાઈબાબા મંદિર વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વિનુભાઈ ચાવડા નામના શખ્સ પાસે વરલી જુગારના આંકડાની કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
વરલી જુગાર
વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવત હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (૩૮) રહે. મિલ પ્લોટ ચોક ડબલ ચાલી વાંકાનેર વાળો મળી આવ્યો હતો અને તે અબ્બાસભાઈ દાઉદભાઈ બાયદાણી જાતે મિયાણા (૩૫) રહે. મીલ પ્લોટ ફારૂકી મસ્જિદ પાસે વાંકાનેર વાળા પાસે આંકડા આપી વરલી જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે નરેશ બાવળીયા પાસેથી ૨૩૦૦ તથા અબ્બાસભાઈ બાયદાણી પાસેથી ૭૦૦ આમ કુલ મળીને ૩૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.