મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે રહેતા યુવાન અને તેની માતા સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત: એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના મહીકા ગામે રહેતા યુવાન અને તેની માતા સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત: એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાન અને તેની માતાને જમીન વેચાણ માટેનો સાટાખત કરી આપવામાં આવ્યો હતો જો કે, ત્યારબાદ પાકો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો જેથી કરીને યુવાન અને તેની માતા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવામાં આવી છે અને તે યુવાન તેમજ તેના માતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા અને બાંધકામના કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતા વિજયકુમાર શીવાભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (38)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉસ્માનભાઈ માહમદભાઈ બાદી રહે. મહિકા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ પોતાની માલિકીની મહિકા ગામે આવેલ સર્વે નંબર 211 પૈકી 1 વાળી જમીન વેચાણ માટેનો સાટાખત ફરિયાદીના માતા ચંપાબેન શીવાભાઈના નામે કરી આપ્યો હતો તેમજ ફરિયાદી યુવાને આરોપીને પાકો દસ્તાવેજ કરી આપવા માટે કહેવા છતાં જમીન વેચાણનો પાકો દસ્તાવેજ તેને કરી આપ્યો ન હતો અને ફરિયાદી યુવાન તથા તેની માતા ચંપાબેન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. તથા દસ્તાવેજ કરવા બાબતે કહેતા ફરિયાદી યુવાન તથા તેની માતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસીની કલમ 406, 420 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (આર) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News