મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે ખેતરના સેઢે માટી નાખવા બાબતે સામસામે મારામારીમાં ત્રણને ઈજા : સામસામે ફરિયાદો નોંધાવાતા તપાસ શરૂ


SHARE











મોરબીના ધુળકોટ ગામે ખેતરના સેઢે માટી નાખવા બાબતે સામસામે મારામારીમાં ત્રણને ઈજા : સામસામે ફરિયાદો નોંધાવાતા તપાસ શરૂ

મોરબી તાલુકાના ધુળકોટ ગામે તા.૬ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.ખેતરના સેઢે માટી નાખવા બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.બાદમાં પોલીસમાં જાણ થતા બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા મારામારી અને એસ્ટ્રોસિટીની કલમો હેઠળ પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે અને સામસામે ફરિયાદો નોંધીને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે તા.૬-૬ ના રોજ મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ઇજા પામતા મુળીબેન મનજીભાઈ વાઘેલા (૬૭) રહે.ધુળકોટ (આમરણ) તા.મોરબી તેમજ સામેના પક્ષના રવજીભાઈ જીવાભાઈ ચોટલીયા (૮૫) અને રાકેશ મનસુખભાઈ ચોટલીયા (૩૫) રહે.ધુળકોટ વાળાઓને અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસ મથકમાં આ મારામારીના બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા તથા પીએસઆઇ એસ.એન.સગારકા સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને નિવેદનો નોંધવાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં બંને પક્ષોએથી મારામારી થયેલ હોય સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી.જેમાં રાકેશભાઈ મનસુખભાઈ ચોટલીયા જાતે કુંભાર (ઉમર ૩૫) રહે.ધુળકોટ એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે દિનેશ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા અને મુળીબેન મનજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતું કે, તેઓએ ભાગમાં ખેતર વાવવા રાખેલ હોય અને તેઓની જગ્યામાં માટીનો ઢગલો કરવામાં આવેલ હોય કેમ અમારા ભાગમાં માટીનો ઢગલો કર્યો છે..? તેમ સામે વાળાઓને પૂછ્યું હતું તે બાબતનો રોષ રાખીને તેમને તથા સાહેદ રવજી જીવાભાઇ ચોટલીયાને સામેના ત્રણેય ઇસમો દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને રવજીભાઈને હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.તેમજ મુળીબેન વાઘેલાએ સાહેદ હંસાબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.હાલ આ બાબતે રાકેશભાઈ ચોટલીયાની ઉપરોકત ફરિયાદ ઉપરથી દિનેશ વાઘેલા, નટુ વાઘેલા અને મુળીબેન વાઘેલા સામે આઇપીસી કલમ ૩૨૫, ૩૧૩, ૫૦૪, ૫૦૬(૨) સહિતની કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે. જેની તપાસ પીએસઆઇ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે.

જ્યારે સામેના પક્ષેથી મુળીબેન મનજીભાઈ વાઘેલા (૬૭) રહે.ધુળકોટ (આમરણ) તા.જી.મોરબી એ રાકેશ મનસુખભાઈ ચોટલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેઓએ સામેવાળા રાકેશ ચોટલીયાને કહ્યું હતું કે અમારા ખેતરમાં જવાનો રસ્તો કેમ બંધ કર્યો છે..? આટલું કહેતાની સાથે જ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો અને બાદમાં જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી ગાળો આપવામાં આવી હતી અને બાદમાં લાકડી વડે તેઓને માર મારવામાં આવ્યો હતો.હાલ આ બાબતે મારામારી તથા એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધાતા એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા આ બાબતે ગુનો નોંધીને આ અંગે આગળની તજવીજ શરૂ કરી છે.






Latest News