મોરબીમાં શક્તિ ચોક પાસેથી ભંગારના ધંધાર્થી સહિતના દબાણોનો સફાયો
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જજ-વકીલોએ વૃક્ષારોપણ કર્યું
SHARE
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જજ-વકીલોએ વૃક્ષારોપણ કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી કોર્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ, લીગલ સર્વિસ ઓથોરીટી જજ પારેખ, એડી.ડીસ્ટ્રીકટ જજ મહીડા, એડીશનલ ડીસ્ટ્રીકટ જજ કે આર પંડ્યા, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપ અગેચણીયા, વાઈસ પ્રેસિડેન્ટ ટી.બી. દોશી, સેક્રેટરી વિજય શેરશીયા, જુનિયર અને સીનીયર વકીલો હાજર રહ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા ફોરેસ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે પર્યાવરણ પરિવારના સભ્યો દ્વારા આંબલી, લીમડો, આસોપાલવ ના બીજ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેના બીજ બોલ બનાવીને જ્યા વૃક્ષો ન હોય તેવી જગ્યાએ એ બીજ બોલ મુક્યા ચોમાસાની ઋતુમાં આ બીજ વૃક્ષ થઈ પાંગરે તેવું કામ કર્યું હતું આ કાર્ય યશ, રુદ્ર, ચમન, વિશાલ, ધર્મેશ, જયદેવ, રશ્મિતા, સ્વાતિ, ભાવેશ, ઉમેશ, સંદીપ, અંકુશ, અવનીશ, મૌલીક અને કવિ જલરૂપ સહિતના જોડાયા હતા તો જૂના ઘાંટીલા ગ્રામપંચાયત દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા, ઉપસરપંચ કૈલાસભાઈ સુરાણી, તલાટીકમ મંત્રી દીપકભાઈ ગામના આગેવાન ઉમેશભાઈ જાકાસણીયા, કેતનભાઈ વિડજા સહિતના લોકો હાજર રહ્યા હતા