મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલ આધેડના રોકડા 50 હજારની ચોરીના ગુનામાં મહિલા સહિત બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં રિક્ષામાં બેઠેલ આધેડના રોકડા 50 હજારની ચોરીના ગુનામાં મહિલા સહિત બે આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં જીરું વેચવા માટે આધેડ આવ્યા હતા અને જીરૂ વેંચીને જીઆઇડીસી તરફ જવા માટે તે રિક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે મુસાફરની જેમ રિક્ષામાં બેઠેલ બે પુરુષ અને એક સ્ત્રીએ ઉલટીનું બહાનું કરીને તેની નજર ચૂકવીને 50 હજાર રૂપિયાની ચોરી કરી હતી જે ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં હાલમાં પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ કાનગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગણપતભાઈ હજારિયાભાઈ કોળીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક તથા તે રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના અન્ય બે વ્યક્તિઓ આમ કુલ મળીને ચાર વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવે હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના માર્કેટયાર્ડથી જીરું વેંચાણ કરીને તેના રોકડા રૂપિયા લઈને તેઓ જીઆઇડીસીના નાકા સુધી જવા માટે સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે રીક્ષામાં અગાઉથી મુસાફરની જેમ બેઠેલ બે પુરુષ અને એક મહિલાએ ઉલટીનું નાટક કર્યું હતું અને ફરિયાદીની નજર ચૂકવીને તેની પાસેથી રોકડા 50 હજારની ચોરી કરી હતી જેની ફરિયાદ આધારે એલસીબી અને અને પેરોલફ્લો સ્કવોડની ટીમે નવા બસ સ્ટેન્ડ પાસેથી સીએનજી રીક્ષા નં. જીજે 3 બીએક્સ 6186 તેમજ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી ઇરફાનભાઈ મહમદભાઈ અબુમીયા (24) અને કાંતાબેન હરિભાઈ ડાભી (65) ની ધરપકડ કરી હતી અને ચોરીમાં ગયેલ રોક્સ તેમજ મોબાઈલ અને રિક્ષા મળીને પોલીસે 1,25,000 નો મુદામાલ કબજે કરેલ છે.




Latest News