ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનને છરીના ઘા ઝીકિને કરીને રોકડ-મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સોની સામે ફરિયાદ


SHARE







મોરબી નજીક યુવાનને છરીના ઘા ઝીકિને કરીને રોકડ-મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સોની સામે ફરિયાદ

મોરબી નજીક આવેલ સીરામીક કારખાને કામ પૂરું કરીને યુવાને તેના મિત્ર સાથે ચાલીને મિત્રન રૂમ ઉપર જઇ રહ્યો હતો ત્યારે તેઓની પાછળ આવી રહેલા બે શખ્સોએ યુવાન અને તેના મિત્રની સાથે ઝપાઝપી કરી હતી અને ગાળો આપી હતી અને યુવાનને છાતી અને પડખાના ભાગે શરીરના બે ઘા ઝીકિ દીધા હતા અને યુવાન પાસેથી મોબાઇલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ બાઇક લઈને આવેલ શખ્સનાં બાઈકમાં લૂંટારુઓ બેસીને ભાગી ગયા હતા. જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઇન્દિરાનગરની પાછળના ભાગમાં આવેલ સનવર્ડ સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ગૌતમભાઈ હરિશ્ચંદ્ર વર્મા જાતે પટેલ (26) નામનો યુવાન તેના મિત્ર સાથે પોતાના કારખાનેથી કામ પૂરું કરીને પોતાના મિત્રના રૂમ ઉપર પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ આવી રહેલા બે શખ્સો દ્વારા તેને ગાળો આપીને તેઓની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ રેડમી કંપનીનો 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન તથા રોકડા 500 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી અને ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા ગૌતમભાઈ વર્માને છાતી અને પડખાના ભાગ છરીના ઘા મારવામાં આવ્યા હતા જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ગૌતમભાઈ વર્માએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાન પાસે રહેતા કિશોરભાઈ મહેશભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (28) નામના યુવાનને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.






Latest News