મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાંથી અગાઉ પકડાયેલ 105 પેટી દારૂના ગુનામાં લાલપર નજીક દારૂનું ગોડાઉન સંભાળતા મેનેજર-ભાગીદાર સહિતના વધુ ત્રણ આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાંથી અગાઉ પકડાયેલ 105 પેટી દારૂના ગુનામાં લાલપર નજીક દારૂનું ગોડાઉન સંભાળતા મેનેજર-ભાગીદાર સહિતના વધુ ત્રણ આરોપીની ધરપકડ

મોરબી નજીકથી 105 પેટી દારૂ પકડવાના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીને થોડા દિવસો પહેલા પકડવામાં આવ્યા હતા અને કુખ્યાત બુટલેગરોને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવ્યા  છે જે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં અગાઉ એસએમસી દ્વારા લાલપર પાસે જીમીત પટેલે ભાડે રાખેલ ગોડાઉનમાં રેડ કરીને દોઢ કરોડથી વધુનો દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો તે ગુનામાં પકડાયેલા ગોડાઉનના મેનેજર અને જીમીતના ભાગીદાર સહિતના આરોપીને અત્યાર સુધીમાં પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તે પૈકીનાં ત્રણ આરોપીઓનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે કબ્જો લઈને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી શહેર વિસ્તારમાંથી થોડા સમય પહેલા 105 પેટી  દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો જે ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કુખ્યાત બુટલેગર આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ જાતે દરબાર, રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા અને જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને આગામી શુક્રવાર સુધી આ આરોપીઓ રિમાન્ડ ઉપર છે તેવામાં તેની પૂછપરછમાં મોરબીમાંથી પકડાયેલ 105 પેટી દારૂનો જથ્થો મોરબી નજીક લાલપર પાસે ગોડાઉન ભાડે રાખીને જે દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો હતો ત્યાંથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે.

આ કેસની તપાસ કરી રહેલા એસઓજીના પી.એસ.આઇ. બી.એમ. ભટ્ટ દ્વારા આરોપી રમેશ પુંજાભાઈ પટણી (37) રહે. ચિત્રોડ રાપર કચ્છ, ભરત ઉર્ફે બિરજુ ઉર્ફે વિજય જીવરાજભાઈ ઉડેચા ઠક્કર લોહાણા (47) રહે. બાલાસર સેંડવા બાડમેર રાજસ્થાન અને મેહુલભાઈ ઉર્ફે જીગો ગોવિંદભાઈ સાબરીયા જાતે કોળી (29) રહે. થાનગઢ પોલીસ સ્ટેશન પાછળ વાળાનો ટ્રાન્સફર વોરંટના આધારે મોરબીની જેલમાંથી કબજો લઈને તપાસ હાથ ધરી છે વધુમાં તપાસનીસ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીમાંથી જે 105 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે મોરબી નજીક લાલપર ગામ પાસે એસએમસીની ટીમ દ્વારા ગોડાઉનમાં રેડ કરીને દારૂ અને બીયરનો દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યાંથી આવ્યો હોવાનું સામે આવેલ છે. જેથી પોલીસે લાલપર દારૂ અને બિયર ભરેલ ગોડાઉન સાથે જે તે સમયે પકડાયેલ અને હાલમાં જેલ હવાલે કરેલા ગોડાઉનના મેનેજર તેમજ જિંત પટેલના મુખ્ય ભાગીદાર ભરત અને લોકલ બુટલેગરનો કબજો લઈને તેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરેલ છે અને આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

બાઇક સ્લીપ
મોરબીના રવાપર ગામ પાસે આવેલ શાસ્ત્રીનગરમાં રહેતા દલુરામ નારાયણ (31) નામનો યુવાન ગાયત્રીનગર રવાપર રોડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઇક સ્લીપ થયું હતું જે અકસ્માતના બનાવમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ
મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ ગાંગરની વાડી ખાતે રહેતો કાર્તિક દિલીપભાઈ કંઝારીયા (23) નામનો યુવાન વાવડી રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઇક થયું હતું જેથી અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી અને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધા સારવારમાં
વેરાવળમાં આવેલ વાણંદ સોસાયટીમાં ગૌતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા કુંદનબેન પ્રાણજીવનભાઈ કાનાબાર (74) નામના વૃદ્ધા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણસર અકસ્માત થતાં બાઈકમાંથી તે નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.એચ. વાસાણી ચલાવી રહ્યા છે.




Latest News