મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવવાના કારસ્તાનમાં એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવવાના કારસ્તાનમાં એક આરોપીની ધરપકડ
મોરબી રણછોડનગરમાં ઘરમાં સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો બનાવી વેચવાનુ કારસ્તાન અગાઉ ઝડપાયું હતું ત્યારે પોલીસે અલગ અલગ બ્રાન્ડની કાચની ખાલી ૭૫૦ એમ.એલ.ની ૩૯૬ બોટલો, ઢાંકણા ૩૨૪ નંગ અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો ૬૪૦ નંગ તેમજ ૪૧ બોટલો આમ કુલ મળીને ૧૪,૪૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં હાલમાં એક આરોપીને પકડીને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે.
મોરબી જીલ્લા એલસીબીની ટીમે થોડા સમય પહેલા રણછોડનગરમાં મોરબીના જોન્સનગરમાં રહેતા અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડએ ભાડે રાખેલ મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી સસ્તો દારૂ લાવીને તેને મોંઘી દારૂની બોટલોમાં ભરી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવી મોંઘા ભાવે દારૂ વેચતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યારે ઘરમાંથી બ્લેકડોગ સેન્ટેનરી બ્લેક રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૧૮ બોટલો, બ્લેકેન વાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૬ બોટલો, ચીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૩ બોટલો, જોનીવોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ની ૭૫૦ મીલીની કાચની ૨ બોટલો અને 8 PM સ્પેશ્યલ રેર વ્હીસકીની ૭૫૦ મીલીની ૧૨ બોટલો કબજે કરેલ છે
આટલું જ નહીં ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની ખાલી ૭૫૦ એમ.એલ.ની કુલ ૩૯૬ બોટલો, અલગ અલગ બ્રાન્ડની બોટલોના ૩૨૪ ઢાંકણા અને બોટલો ઉપર લગાડવાના અલગ અલગ બ્રાન્ડના ૬૪૦ સ્ટીકરો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪,૪૯૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને રેડ કરી ત્યારે આરોપી અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ હાજર હતો નહીં જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી કોર્ટમાંથી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ રજૂ થયો હતો જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરીને તેને મુક્ત કર્યો હતો જો કે, હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી કિશન ઉર્ફે કાનો અશોકભાઇ પાટડિયા જાતે સોની (26) રહે. હાલ રહે ભૂમિ ટાવરની સામે વાવડી રોડ મોરબી મૂળ રહે. બાપુનગર મેઇન રોડ જિલ્લા ગાર્ડન પાસે રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તે આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે. અને આ શખ્સ દ્વારા મોંધા દારૂની ખાલી બોટલો શોધીને આરોપી અલ્તાફભાઇ ખોડને આપવામાં આવતી હતી. તેવું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.
