મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વરમોરા ગ્રેનિટોના એડમીન એક્ઝિક્યુટિવે 37 હોટલ-ટ્રાવેલ ટિકિટ બુક કરાવીને કંપની સાથે કરી 10.43 લાખની છેતરપિંડી


SHARE







મોરબીના વરમોરા ગ્રેનિટોના એડમીન એક્ઝિક્યુટિવે 37 હોટલ-ટ્રાવેલ ટિકિટ બુક કરાવીને કંપની સાથે કરી 10.43 લાખની છેતરપિંડી

વાંકાનેરના ઢુવા પાસે આવેલ વરમોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિ. માં એડમીન એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીએ મેક માય ટ્રીપમાં ઓનલાઈન કંપનીની મંજૂરી વગર અલગ અલગ 37 હોટલ અને ટ્રાવેલ ટિકિટ બુક કરાવી હતી જેની રકમ 10,43,606  ની ચુકવણી મેક માય ટ્રીપના વરમોરા કંપનીના વોલેટમાંથી કરવામાં આવી હતી અને કંપનીના કર્મચારીએ અંગત લાભ માટે કંપનીની મંજૂરી વગર હોટલ અને ટ્રાવેલ ટિકિટ બુકિંગ કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે. જેથી કરીને હાલમાં કંપનીના કર્મચારી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં માલવીયા પોલીસ સ્ટેશન પાછળ વિશ્વનગર-2 માં રહેતા વરમોરા પ્રાઇવેટ લિ.ના કર્મચારી મુકુંદભાઈ તુલસીભાઈ સંચાણીયા જાતે કુંભાર (43)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વરમોરા કંપનીના એડમીન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા અવિનાશ અશોકભાઈ વાઘેલા (29) રહે. ડુંગરપુર સરદારનગર નવાપાતાપુર તાલુકો જીલ્લો જુનાગઢ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઢુવા ચોકડી નજીક આવેલ વરમોરા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આરોપી એડમીન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ ઉપર હતો જેથી કરીને તેના ઉપર વિશ્વાસ મૂકી હોટલ અને ટ્રાવેલ બુકિંગ કરવા માટેની અગત્યની જવાબદારી તેને સોંપવામાં આવી હતી. અને કંપની દ્વારા મેક માય ટ્રીપ ઓનલાઇન ટ્રાવેલ્સ નામની વેબસાઈટમાં વરમોરા કંપનીનું એકાઉન્ટ બનાવીને તેના યુઝર નેમ પાસવર્ડ એડમીન એક્ઝિક્યુટિવ અવિનાશ વાઘેલાને આપેલ હતા.

જો કે, આરોપીએ ગત તા. 16/6/23 થી 14/11/23 ના સમયગાળા દરમિયાન કંપનીની મંજૂરી વગર અલગ અલગ કુલ 37 હોટેલ અને ટ્રાવેલ ટિકિટ બુકિંગ કરાવી હતી જેના 10,43,606 રૂપિયાની ચુકવણી તેને મેક માય ટ્રીપના વરમોરા કંપનીના વોલેટમાંથી કરાવી હતી. અને કંપનીએ સોપેલ અગત્યની ફરજમાં તેને વિશ્વાસઘાત કરીને પોતાના અંગત લાભ માટે કંપનીની મંજૂરી વગર હોટલ અને ટ્રાવેલ ટિકિટનું બુકિંગ કરાવ્યું હોય વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી હાલમાં વરમોરા પ્રા. લિ. કંપનીના કર્મચારી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News