મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસમાજના 6 વર્ષથી લઈને વયોવૃધ્ધ વડિલો સુધીના સહુ કોઈએ ભાગ લીધેલ હતી અને તેના ગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. પ્રેયષભાઈ પંડ્યા, ડો. આશિષભાઈ ત્રિવેદી, જગદીશભાઈ દવે તથા ડો બી.કે.લહેરું, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિમેષભાઈ અંતાણી, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ જયદીપભાઈ મહેતા તથા તેની સમગ્ર ટીમ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રેવાંશ રાવલ, મીરાં દવે, પ્રાપ્તિ જોશી, અનેરી ત્રિવેદી, જય પંડ્યા, હર્ષ પંડ્યા, નિશાંતભાઈ રાવલ, હાર્દિકભાઈ વ્યાસ, કેતનભાઈ જોશી, ફાલ્ગુનીબેન જોશી, શક્તિબેન ત્રિવેદી, નીતાબેન જોશી, પાયલબેન ભટ્ટ, આરતીબેન રાવલ દ્વારા ફિલ્મી, નોન- ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા પણ સુંદર ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન વિસ્મય ત્રિવેદી અને નીરવભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
 




Latest News