મોરબી: સફાઈ કામદારો-તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ
SHARE









મોરબી: સફાઈ કામદારો-તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ
મોરબી: સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ છે અને મહિલા સમૃધ્ધિ, MCF, વ્યક્તિગત લોન અને સીધા ધિરાણ યોજના માટે ૮ ઓગસ્ટ સુધીમાં https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી મહિલા સમૃધ્ધિ (MSY), માઈક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજના (MCF), વ્યકિતીગત લોન અને સીધા ધિરાણ યોજના (વિવિધ ધંધા/ વ્યવસાય અને વાહન) (General Tearm Loan) યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તા.૮/૮ સુધીમાં નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનિક દસ્તાવેજ અપલોડ કરી ઓનલાઈન અજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૧/૮ સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમિયાન કચેરીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરીની યાદીમાં જણાવાયું છે.
સમગ્ર શિક્ષાની કચેરીનો કોમર્શિયલ વાહન ધરકો સંપર્ક કરવો
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પૂરી પાડવામાં આવે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં આ સુવિધા માટે શિક્ષણ વિભાગના તેમજ આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું),ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ જિલ્લા પ્રોજેકટ કચેરી,હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો રૂબરૂ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૯૬૭ પર તા.૫/૮ સુધી સવારના ૧૦-૩૦ થી ૬:૧૦ વાગ્યા દરમિયાન સંપર્ક કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા, મોરબીની યાદીમાં જણાવાયું છે.
