મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉંદર પકડવા માટે જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન,વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ


SHARE

















મોરબી જિલ્લામાં ઉંદર પકડવા માટે જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન,વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

ગ્લુટ્રેપ જેને ગ્લુબોર્ડ અથવા સ્ટીકીટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિનઘાતક અથવા પ્રતિબંધ પ્રકાર છે. જેનો ઉપયોગ મોટા ભાગે ઉદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટેપ)વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે તો ગુંદરની જાળમાં પકડાયાપછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામ ડીહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.

ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનિય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતિઓ પ્રાણી કૃરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંતકૃર પધ્ધતિ ન  અપનાવવા ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર મોરબી જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સંયુકત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગરના નોટીફીકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition(PIL) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ છે. જે બાબતે પ્રાણી કૃરતા અધિનિયમ,૧૯૬૦ની કલમ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે  મોરબી જિલ્લામાં આ જોગવાઈનું ચુસ્ત્પણે અમલવારી કરવાની રહેશે. આ સુચનાઓનો ભંગકરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ સભ્ય સચિવ સહ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સોસાયટીની  અખબારી યાદીમાં જણાવાયું છે.

ટુ અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AN, તથા ફોર વ્હીલર માટે GJ36-AP, સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૮/૮ થી શરૂ થનાર છે. તા.૮/૮ થી તા.૨૦/૮ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦ થી ૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા ૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહનના ઈ- ફોર્મ ઓક્શનના પરીણામ જાહેર થયેથી ૨ દિવસમાં એ.આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News