મોરબી જિલ્લામાં ઉંદર પકડવા માટે જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન,વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
મોરબીમાં જોખમી રીતે જાહેરમાં આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીનો વિડીયો વાયરલ !: પોલીસ નિંદ્રાદિન
SHARE









મોરબીમાં જોખમી રીતે જાહેરમાં આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીનો વિડીયો વાયરલ !: પોલીસ નિંદ્રાદિન
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ડી માર્ટની બાજુમાં જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્કૂટર ઉપર બર્થ ડે કેક રાખીને કેકનું કટીંગ કરવામાં આવે છે. અને ત્યારે જોખમી રીતે આતીશબાજી પણ કરવામાં આવતી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે, તેમ છતાં પણ પોલીસ દ્વારા જાહેરમાં જોખમી રીતે આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન કરનારાઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી !
ગુજરાતના જુદા જુદા શહેરોની અંદર અવારનવાર જાહેરમાં રસ્તા ઉપર ગાડીઓ માથે કેક રાખીને કેક કટીંગ કરવામાં આવતું હોય, હથિયારથી કેક કટીંગ કરવામાં આવતું હોય તેમજ જોખમી રીતે આતિશબાજી કરીને કેક કટીંગ કરવામાં આવતું હોય આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશનના આવા આયોજન કરનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે જોકે મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં ડી માર્ટ પાસે લગભગ ત્રણથી ચાર દિવસ પહેલા જાહેરમાં સ્કૂટર ઉપર કેક રાખીને કેક કટીંગ કરવામાં આવ્યું હતું અને બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું.
ત્યારે ત્યાં હાજર રહેલા શખ્સો દ્વારા પોતાના હાથમાં ફટાકડા રાખીને જાહેરમાં આતીશબાજી કરવામાં આવતી હતી અને પોતાના તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે આતિશબાજી કરવામાં આવતી હતી જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી વાયરલ થયેલ છે, તેમ છતાં પણ આ બાબતે પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જાહેરમાં આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન કરી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકનારાઓની સામે પોલીસ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
