મોરબી: મોટી બહેનના બે દિયરએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો
લાલચ બૂરી બલા હૈ: ટંકારાના યુવાનને શેરબજારમાં સારો નફો કમાવી દેવાની લાલચ આપીને 1.18 કરોડની છેતરપિંડી
SHARE
લાલચ બૂરી બલા હૈ: ટંકારાના યુવાનને શેરબજારમાં સારો નફો કમાવી દેવાની લાલચ આપીને 1.18 કરોડની છેતરપિંડી
વર્તમાન સમયમાં શેર બજારમાં રાતોરાત કરોડપતિ થવાની લાલચ આપીને શેર બજારમાં રોકાણ કરવા માટે થઈને જુદી જુદી રીતે પ્રલોભનો આપવામાં આવતા હોય છે તેવી જ રીતે ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાનને શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવા માટે થઈને લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ મળીને 1.18 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને યુવાને આપેલા રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હોવાથી તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા તેણે હાલમાં બે મોબાઈલ નંબરના ધારક અને 13 બેંકના એકાઉન્ટ નંબરના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાસ્કરભાઈ જશવંતભાઈ સંઘાણી જાતે પટેલ (33)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વોટસએપ નંબર 7558664929 અને 7078541292 ના ધારક તથા SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42681624602, PNB BANK બેંક એકાઉન્ટ નંબર 1590202100000738, AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 922020007402677, KOTAK BANK બેંક એકાઉન્ટ નંબર 1548181718, HDFC BANK બેંક એકાઉન્ટ નંબર 99988050803959, AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 923020014083644, ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 204105002029, BANK OF MAHARASTRA બેંક એકાઉન્ટ નંબર 60490722495, RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002006322, RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002093766, YES BANK બેંક એકાઉન્ટ નંબર 4963400004172, SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42712599671 તથા SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42975383219 ના ધારકોની સામે વિશ્વાસઘાત અને શેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.
જે ફરિયાદમાં યુવાને જણાવ્યુ છે કે, તા. 23/4/24 થી 5/7/24 ના સમયગાળા દરમિયાન આરોપીઓએ શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવીને સારો નફો કમાવી આપવાની લોભામણી લાલચ આપી હતી અને ફરિયાદી યુવાન સાથે વિશ્વાસ કેળવી તેનો ભરોસો કેળવ્યા બાદ ખોટા નામ ધારણ કરીને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને તેની પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 1.18 કરોડ રૂપિયા મેળવી લીધા હતા અને તે રૂપિયા ભોગ બનેલા યુવાનને પરત આપવામાં આવ્યા નથી અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોબાઈલ નંબર અને 13 બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને આ બનાવમાં આગળની તપાસ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા ચલાવી રહ્યા છે