વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી-હળવદના ઘનશ્યામ ગઢથી એક-એક મોબાઈલ ફોનની ચોરી


SHARE







ટંકારાની લતીપર ચોકડી-હળવદના ઘશ્યામ ગઢથી એક-એક મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લતીપર ચોકડી પાસેથી તેમજ હળવદના ઘશ્યામ ગઢ ગામના ટીકર રોડ ઉપરથી જુદા જુદા બે વ્યક્તિઓના બે મોબાઇલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને હાલમાં કુલ મળીને 43 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની સ્થાનિક પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારાના તિલકનગરમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ બિહારના રહેવાસી મહમદજબીરઅલી યુસુફમિયા મન્સૂરી (30) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાની લતી પર ચોકડી પાસે તેનો ભાણેજ મહમદ કુદરત હતો ત્યારે તેનો ઓપો કંપનીનો f 25 pro મોબાઈલ જેની કિંમત 23,000 છે તેની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે રહેતા હર્ષદભાઈ કાનજીભાઈ લોરીયા (45)એ અજાણ્યા શખ્સની સામે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘનશ્યામ ગઢ ગામે ટીકર રોડ ઉપર આવેલ દુકાન પાસે તે હતા ત્યારે તેના ભત્રીજાનો વિવો કંપનીનો વી-29 મોડલનો મોબાઈલ ફોન જેની કિંમત 20,000 રૂપિયા થાય છે તે મોબાઇલ ફોનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News