મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમિયાન લોખંડનો સળીયો માથે પડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE















મોરબીમાં કામ દરમિયાન લોખંડનો સળીયો માથે પડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં બીલ્ડીગમાં કલરના કામકાજ દરમિયાન ઉપરથી સેન્ટીંગનો સળીયો માથા ઉપર પડતા ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના જેલ રોડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરીની શેરી નંબર-૮ માં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી કિશન રામજીગીનભાઈ ગોડ (૧૮) નામનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં નવા બની રહેલ બિલ્ડીંગમાં કલર કામ કરી રહ્યો હતો.તે દરમિયાન તેના માથા ઉપર સેન્ટીંગ કામનો લોખંડનો સળીયો પડ્યો હતો.જેથી માથામાં ઇજા થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News