મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને માર મરનારા પાંચ શખ્સોની ધરપકડ: અન્યની શોધખોળ


SHARE















મોરબીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને માર મરનારા પાંચ શખ્સોની ધરપકડ: અન્યની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર યુવાનને અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને ફટાકડાના સ્ટોર ઉપર ભેગા થયેલા આરોપીએ ગાળો આપીને ઝપાઝપી કરી હતી ત્યારબાદ અન્ય ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને પાંચ શખ્સોએ ફરિયાદી યુવાન તથા સાહેદ સાથે જપાજપી કરવામાં આવી હતી અને બાદમાં ફોન કરીને વાતચીત કરવા માટે યુવાનને  બોલાવવામાં આવ્યો હતો અને ત્યારે કારીયા સોસાયટી પાસે પાંચ શખ્સોએ પથ્થરનો છૂટો ઘા કરીને તેમજ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 10 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં રહેતા જયરાજભાઇ લાલજીભાઈ અવાડીયા (20) એ થોડા દિવસો પહેલા જીગ્નેશ નકુમજયેશ ઉર્ફે જયલો ભરવાડવિક્રમ ભરવાડયશ ભરવાડ અને રાહુલ ડાભી રહે બધા મોરબી તથા અજાણ્યા પાંચ શખ્સો આમ કુલ મળીને 10 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કેફરિયાદીને અગાઉ જીગ્નેશ નકુમ સાથે માથાકૂટ થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેદ જયકિશન આરઆર મોલ પાસે આવેલ ફટાકડાના સ્ટોરમાં ફટાકડા લેવા માટે ગયા હતા ત્યાં આરોપી જીગ્નેશ નકુમે તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી ત્યારબાદ જીગ્નેશ નકુમે ફોન કરીને જયેશવિક્રમયસ અને રાહુલને બોલાવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરીને માથાકૂટ કરી હતી ત્યારબાદ ફરિયાદી તથા સાહેદ ત્યાંથી જતા રહ્યા હોય જીગ્નેશ નકુમે ફોન કરીને વાતચીત કરવા માટે બોલાવતા ફરિયાદી તથા સાહેદ વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીના નાકા પાસે ઉભા રહ્યા હતા. 

ત્યાં તમામ આરોપીઓ આવ્યા હતા અને જયેશ ભરવાડે પથ્થરનો છૂટો ઘા કરીને જયકિશનને માથામાં કપાળના ભાગે ઇજા કરી હતી તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ફરિયાદી તથા જયકિશન અને અંકિત ને ઇજાઓ થઇ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા પી.એસ.આઇ. સી.એમ.કરકર અને તેની ટીમે હાલમાં આરોપી રમેશ ઉર્ફે જીગ્નેશ જગદીશભાઇ નકુમ (26) રહે. વાવડી રોડ શ્રદ્ધા પાર્ક મોરબીજયેશ ઉર્ફે જયલો ગાંડુંભાઈ ડાભી (28) રહે. આનંદ નગર મોરબીવિક્રમ ગાંડુંભાઈ ડાભી (28) રહે. આનંદ નગર મોરબીયશ હીરાભાઈ ખીંટ (22) રહે. કારીયા સોસાયટી મોરબી અને રવિ ઉર્ફે રાહુલ દેવભાઈ ડાભી (19) રહે માધાપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News