મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે પરિણીતાને ઘર-ખેતી કામ બાબતે ઢીકાપાટુ-ધોકાથી મારમાર્યો: પતિ સહિત પાંચ સામે ફરિયાદ


SHARE







ટંકારાના ટોળ ગામે પરિણીતાને ઘર-ખેતી કામ બાબતે ઢીકાપાટુ-ધોકાથી મારમાર્યો: પતિ સહિત પાંચ સામે ફરિયાદ

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપવામાં આવતો હોવાની તેમજ તેના દિયર દ્વારા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવાની મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા હફિશાબેન જાવેદભાઈ શેરસીયા (32)તેના પતિ જાવેદભાઈ આહમદ શેરશીયા, સસરા આહમદ અલીભાઇ શેરશીયા, સાસુ રોશનબેન આહમદ શેરશીયા, જેઠ અલ્તાફ આહમદ શેરશીયા અને દિયર લતીફ આહમદ શેરશીયાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લગ્નના એક વર્ષ બાદ તેને તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા અવારનવાર ઘર કામ અને ખેતી કામ બાબતે બોલોચલી કરીને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો અને ગાળો આપીને એકબીજાને ચડામણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીના દિયર લતીફ દ્વારા તેને લાકડાના ધોકા વડે ડાબા હાથમાં ચારથી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા હતા જેથી તેને ફ્રેક્ચર જેવી ઈજા હતી અને મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News