મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા બીરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ


SHARE











મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા બીરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું  શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે  રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ, ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે, ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં અખિલ ભારતીય  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં સર્વાનુમતે ભગવાન બીરસા મુંડા જન્મ જયંતીની તમામ તાલુકાઓમાં ઉજવવાનું નક્કી થયું હતું જેના ભાગ રૂપે ભગવાન બીરસા મુંડાના જીવન વિશે સમાજ અને શિક્ષણ વિદો સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય તે માટે નીલકંઠ વિદ્યાલય ખાતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષેત્રિય સચિવ ભારત વિકાસ પરિષદ અને સંયોજક ભારતીય વિચારમંચ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ અંગ્રજો સામેની લડત, જનજાતિના કલ્યાણ માટેની ચળવળો, અંગ્રેજો દ્વારા જનજાતિ સમાજ અને અન્ય સમાજ પર થતા અન્યાયો અત્યાચારો સામે લડત ચલાવી તેમના અદમ્ય સાહસો અંગે એમની આગવી શૈલીમાં વિસ્તૃત રીતે સમજ આપી હતી, આ તકે પીએસઆઈ જયંતિભાઈ ડામોર, વહીવટી અધિકારી પ્રિંકેશ પટેલ, એકલવ્ય ગ્રુપના અધ્યક્ષ લવજીભાઈ કટારા, નિવૃત શિક્ષક ભાણાભાઈ પટેલ તેમજ સ્વંયમ સેવક સંઘના કાર્યકર્તાઓ લલિતભાઈ ભાલોડિયા, વિપુલભાઈ અધારા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવવા મોરબી તાલુકા ટીમના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News