મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે કાલે મતદાન: સાંજે ફેંસલો


SHARE













મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે કાલે મતદાન: સાંજે ફેંસલો

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટેની ચૂંટણીનું કાલે મતદાન થવાનું છે ત્યારે કોર્ટમાં આવેલ બાર એસો.ના રૂમમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવશે અને સવારે 10 થી 2 સુધીમાં મોરબી બાર એસો.ના 552 વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સાંજે મતગણતરી કરવામાં આવશે.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર છે જેમાં જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયા, દેવજીભાઈ પરમાર, રજાકમિયા બુખારી, મનીષભાઈ જોશીએ ઉમેદવારી કરેલ છે. અને સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા, દેવજીભાઈ પરમાર, ધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતર, પ્રદીપભાઈ કટીયા, કરમશીભાઈ પરમાર, મોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ છે. જેમથી હોદેદારોને ચૂંટવા માટે કાલે વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને ખાસ કરીને કાલે ચુંટણીમાં કામમાં વકીલો રોકડાયેલ હશે જેથી કરીને બાર એસો.ઠરાવ કરીને જે તે કેસને યથાવત સ્ટે જાળવી રાખવામા આવે તેવી જિલ્લાના તમામ જજ સાહેબોને વિનંતી કરેલ છે.






Latest News