વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગેસ આધારિત સ્મશાનમાં છેલ્લા 21 વર્ષમાં 9000 થી વધુ લોકોની કરાઇ અંતિમ ક્રિયા


SHARE













મોરબીમાં શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગેસ આધારિત સ્મશાનમાં છેલ્લા 21 વર્ષમાં 9000 થી વધુ લોકોની કરાઇ અંતિમ ક્રિયા

મોરબીમાં લીલાપર રોડ પર શ્રી શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગેસ આધારિત સ્મશાન ગૃહને આજે 21 વર્ષ થઈ ગયા છે અને છેલ્લા 21 વર્ષમાં 9000 થી વધુ લોકોની અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવેલ છે

વર્ષોથી લાકડાથી અગ્નિદાહ આપવામાં આવતો હતો જો કે, વર્ષો જૂની આપણી પ્રણાલીકાને ત્યાગી અને ઈલેક્ટ્રીક સ્મશાનની સ્થાપના કરવી તે એ સમયનો ક્રાંતિકારી વિચાર હતો. અને ઇલેક્ટ્રિક સ્મશાનની જરૂરિયાત પાછળનું સબળ કારણ માત્રને માત્ર એક જ હતું કે, પર્યાવરણની રક્ષા કરવી છે. સમય ક્લોક વાળા સ્વ. મનુભાઈ પટેલ, ભરતભાઈ કારિયા અને ચંદ્રકાન્ત દફતરી આ વિચારને સાકાર કરવા માટે રાજકોટ અને આજુબાજુના વિદ્યુત સ્મશાનની મુલાકાતે ગયા હતા અને મોરબીમાં તમામ જ્ઞાતિના વડીલો સાથે મિટિંગ કરી હતી અને શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને વિદ્યુત સ્મશાનની કાર્યવાહી કરી હતી.

શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કારીયા, મંત્રી તરીકે ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી તરીકે સમીરભાઈ પંડિત અને ટ્રસ્ટીઓ તરીકે કરશનભાઈ આદ્રોજા, વેલજીભાઈ પટેલ, બેચરભાઈ હોથી, પરેશભાઈ પટેલ, દીલુભા જાડેજા (જયદીપ કંપની), રાજુભાઈ દોશી, હસુભાઈ દોશી, ચંદુભાઈ પટેલ, ભાણજીભાઈ હીરાવાલા, એ.કે. પટેલ, કિરણભાઈ મહેશ્વરી અને પ્રમુખ મોરબી નગરપાલિકા આ ગેસ આધારિત સ્મશાનના વ્યવસ્થિત સંચાલન માટે સહાય રૂપ થઇ રહ્યા છે.

જમીન, ભઠી, અને બાંધકામ વિગેરેના નાના મોટા વિઘ્નોમાંથી પસાર થઈ મોરબીને એક વિદ્યુત સ્મશાન અર્પણ કરવામાં આવ્યું હતું અને આમ કરવાથી એક બોડીને અગ્નિદાહ દેવા માટે ઓછામાં ઓછા ૧૦૦ કિલો લાકડાની જરૂર પડે એ જોતા 9000 લોકોને અહી ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવેલ છે જેથી નવ લાખ કિલો લાકડાનો આપણે બચાવ કરી શક્યા છીએ. આજના સમયમાં અહી બીજી ભઠ્ઠી કરવી પડી તે સમાજની જાગૃતિ બતાવે છે, અને છેલ્લા 10 વર્ષથી ઇલેક્ટ્રિકમાંથી ગેસ આધારિત સ્મશાન કરીને વીજળીનો પણ બચાવ કરવામાં આવી રહ્યો છે.

સમય જતા આ સ્મશાનમાં કામ કરતાં સ્ટાફને રહેવા માટેની જરૂરિયાત ઊભી થતા સમગ્ર ટ્રસ્ટીઓબે ક્વાર્ટર અને એક ઓફિસ કે જેમાં સંસ્થાનો રેકોર્ડ સચવાય તેનું આયોજન વિચાર્યું હતું તેવામાં આ બિલ્ડીંગના મુખ્ય દાતા તરીકે ટ્રસ્ટી દિલુભા જાડેજાસ્વ. ઉદયસિંહજી જાડેજા પરિવાર તરફથી આ કામ માટે 25 લાખ જેવી માતબર રકમ દાનમાં આપેલ છે.






Latest News