મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ પ્રસિદ્ધ કરેલ વાહન કરની નોટીસ રદ કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબી પાલિકાએ પ્રસિદ્ધ કરેલ વાહન કરની નોટીસ રદ કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી પાલિકાવાહનકર વસૂલમાં માટેની કાર્યવાહી કરેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ જાહેર નોટિસને રદ કરવામાં આવે તેવી ચીફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરી છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ગત તા. 21/11/2024 ના રોજ પાલિકા તરફથી લોકોને અંધારામાં રાખીને ગુજરાત મ્યુનિસિપલ એક્ટ- 1963ની કલમ-101 અન્વયે વાહનકર ચૂકવવા માટેની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલી છે. જે નોટિસ મુજબ પાલિકાની હદમાં કોઈ પણ પ્રકારનું વાહન લેવામાં આવશે તો 3 થી 7 ટકા સુધીનો વાહનકર વસુલવામાં આવશે. હજુ મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ નથી. અને લોકોને પ્રાથમિક સુવિધા પણ સારી મળી રહી નથી. અને મસમોટા ભ્રષ્ટાચાર કરીને પાલિકાની તિજોરીને ખાલી કરી નાખેલ છે.

મોરબીના ઉદ્યોગોકારો સહિતના મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોને પડ્યા ઉપર પાટું મારવા સમાન કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં પ્રમુખે કહ્યું છે કે, આ આ વાહનકર નાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો તે પહેલા શું અધિકારી મોરબીના વિસ્તારોની મુલાકાત લીધેલ હતી ખરી ? કે પછી મોરબી પાલિકાની તિજોરીમાં કઈ બચેલ નથી એટલે લોકોને જાણી જોઈને લૂંટી લેવાના એકમાત્ર આશયથી પ્રજાને અંધારામાં રાખી વાહનકરની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે તેવો સવાલ કરીને તાત્કાલિક ધોરણે આ નોટિસ રદ્દ કરવાની માંગ કરી છે.






Latest News