માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે કાલે મતદાન: સાંજે ફેંસલો


SHARE









મોરબી બાર એસો.ના હોદેદારોને ચૂંટવા માટે કાલે મતદાન: સાંજે ફેંસલો

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટેની ચૂંટણીનું કાલે મતદાન થવાનું છે ત્યારે કોર્ટમાં આવેલ બાર એસો.ના રૂમમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવશે અને સવારે 10 થી 2 સુધીમાં મોરબી બાર એસો.ના 552 વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સાંજે મતગણતરી કરવામાં આવશે.

મોરબી જિલ્લા બાર એસો.ના હોદેદારો માટે જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર છે જેમાં જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચાણીયા, દેવજીભાઈ પરમાર, રજાકમિયા બુખારી, મનીષભાઈ જોશીએ ઉમેદવારી કરેલ છે. અને સેક્રેટરીમાં ભાવેશભાઈ ભટ્ટ અને અશોકકુમાર ખુમાણ, જોઈન્ટ સેક્રેટરીમાં ચિરાગભાઈ કણઝારીયા, દેવજીભાઈ પરમાર, ધવલભાઈ શેરસિયા તેમજ કારોબારીમાં રાહુલભાઈ ગોલતર, પ્રદીપભાઈ કટીયા, કરમશીભાઈ પરમાર, મોનિકાબેન સંઘાણી અને કુલદીપ ઝંઝવાડીયાએ ઉમેદવારી કરેલ છે. જેમથી હોદેદારોને ચૂંટવા માટે કાલે વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને ખાસ કરીને કાલે ચુંટણીમાં કામમાં વકીલો રોકડાયેલ હશે જેથી કરીને બાર એસો.એ ઠરાવ કરીને જે તે કેસને યથાવત સ્ટે જાળવી રાખવામા આવે તેવી જિલ્લાના તમામ જજ સાહેબોને વિનંતી કરેલ છે.




Latest News