મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથામાં શનિવારે રાતે સંતવાણીનું આયોજન


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથામાં શનિવારે રાતે સંતવાણીનું આયોજન

મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવારે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું આયોજન કર્યું છે અને કથા દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી ચાલી રહી છે અને વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે તા.11 જાન્યુઆરીને શનિવારે રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન આરાધક મિલન પટેલ અને રીંકલ પરમાર ધૂન-ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.




Latest News