ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના રોટરીગ્રામ (અ.)-માણેકવાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિન ઉજવાયો


SHARE













મોરબીના રોટરીગ્રામ (અ.)-માણેકવાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિન ઉજવાયો

મોરબી નજીકના રોટરીગ્રામ (અ.) માં આવેલ સરકારી શાળામાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી રીનાબેન શામજીભાઈ પાંચોટિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું અમરનગર ગ્રામ પંચાયત દ્વારા સન્માનપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સરપંચ તથા   વાલીઓ, એસએમસી સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. અને રવિભાઈ છત્રોલા, ચિરાગભાઈ કોરડિયા, બેચરબાપા તરફથી બાળકો માટે નાસ્તાનું આયોજન કરાયું હતું તેવું શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાએ જણાવ્યુ છે તો મોરબી તાલુકાનાં માણેકવાડા ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી ત્યાર બાદ વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધો. ૧ થી ૮ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ શીલ્ડ અને  શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, રતિભાઈ દેત્રોજા, કિશનભાઇ દેત્રોજા, ડાયાભાઈ ચૌહાણ તેમજ ગામના લોકો અને વાલીઓ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશભાઈ સાણંદિયા, રવિભાઈ રામાવત, હિતેષભાઇ ગોપાણી, હંસાબેન ગામી, મનીષાબેન વિરમગામા, રસીલાબેન નંદાસણા દ્વારા જહેમત ઉઠાવી હતી.






Latest News