મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો
SHARE






મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો
મોરબી તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં દીપડો છેલ્લા દિવસોમાં દેખાયો હતો જેથી કરીને લોકોમાં ફફડાટ હતો જેથી કરીને દીપડાને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં દીપડાએ મોરબી તાલુકાનાં ચકમપર ગામે એક બકરીનું મરણ કર્યું હતું ત્યાર બાદ તેને પકડવા માટે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને મોડી સાંજે આ દીપડો ગઈકાલે પાંજરે પુરાઈ ગયેલ છે. અત્રે ઉલેખનીય છેકે, મોરબી તાલુકાનાં રાજપર, પંચાસર અને વાવડી ગામ નજીક સિમ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો તેવામાં ચકમપર ગામ પાસેથી દીપડો પાંજરે પુરાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધેલ છે.

