મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 


SHARE













મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા સુનિલ ગોરધનભાઈ સુરેલા (22), પીન્ટુભાઇ નારણભાઈ સનુરા (22) અને મહેશભાઈ વીરજીભાઈ પીપળીયા (50) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્રાજપરમાં આવેલ અવેડા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશન સવજીભાઈ કુંવરિયા (22), રામજીભાઈ સવસીભાઈ સનુરા (20) અને કિશોરભાઈ લાભુભાઈ પાટડીયા (26) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારના જુદા જુદા બે ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કેશુભાઈ ધંધુકિયા (40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ગોપાલ કાનાભાઈ વાઘેલા (21) રહે. રામેશ્વર કારખાનું લીલાપર રોડ તથા હિતેશ પ્રવીણભાઈ વાઘાણી (22) રહે. ગોપાલ કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News