મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ખેતરે દવાનો છંટકાવ કર્યા બાદ ભોજન લેનારા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં


SHARE













મોરબીના કોયલી ગામે ખેતરે દવાનો છંટકાવ કર્યા બાદ ભોજન લેનારા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં

મોરબીના કોયલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કર્યા બાદ દવા વાળા હાથે યુવાને ભોજન કર્યું હતું જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે લીંબાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લાલજીભાઈ નાગરિયાભાઈ કનેરા (30) વાળાને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાન વાડીએ પાકમાં દવાનો છંટકાવ કરતો હતો ત્યાર બાદ ઝેરી દવા વાળા હાથે તેને ભોજન કર્યું હતું જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા છે

પરણીતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સંગીતાબેન પ્રતાપભાઈ દેલવાણીયા નામના ૩૫ વર્ષના મહિલાને તેઓના ઘરે તેમના પતિએ માર મારતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ બી ડિવિઝન પોલીસે જણાવેલ છે,આ કેસની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં વાંકાનેર લક્ષ્મીપરામાં રહેતા અમીષભાઈ અમરેલીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેની નોંધ થતા સ્ટાફના એચ.એમ.મકવાણા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જાંબુડીયા મારામારી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં મોરબી નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રવિભાઇ કરશનભાઈ ડાભી નામના ૫૮ વર્ષના આધેડને ઇજા થતા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે પીપળી નજીક આવેલ ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા બળદેવભાઈ લાભુભાઈ નામના ૩૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે નોંધ કરી તપાસ કરી હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના બગથળા અને બીલીયા ગામ વચ્ચે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં અતુલભ વસતાભાઈ દેલવાણીયા ઉમર 11 રહે મોડ પર નામના બાળકને ઈજા તથા તેને પણ અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News