મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત 13.40 લાખના મુદામાલની ચોરી


SHARE













મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત 13.40 લાખના મુદામાલની ચોરી

મોરબીના સનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડના મકાનનું કામ ચાલુ હોય તેમણે પોતાના ઘરની સામેના ભાગમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં પોતાનો માલ સામાન રાખ્યો હતો. જોકે ભાડે રાખેલ મકાનના માલિકને પણ તેનું મકાન તોડીને નવું બનાવવું હતું જેથી કરીને તેમણે મકાન ખાલી કરવા કહ્યું હતું જેથી મોટાભાગનો માલ સામાન આધેડે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કરી દીધો હતો જો કે, કિંમતી મુદામાલ અને રોકડ રૂપિયા જે મકાન ભાડે રાખ્યું હતું ત્યાં રાખ્યો હતો અને આ મકાન જ્યારે ખાલી કરીને પાડવાનું શરૂ કર્યું હતું ત્યારે ત્યાં રોકડા રૂપિયા 3.20 લાખ તથા 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના ત્યાં પડ્યા હતા જેની ચોરી થયેલ છે જેથી કરીને 13,40,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પીપળીયાના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સત્વેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (54એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ હાઉસિંગ બોર્ડમાં પોતાના મકાનનું નવેસરથી બાંધકામ કર્યું હોય તેના ઘરની સામેના ભાગમાં મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખ્યું હતું તે મકાનના માલિકને પણ તેનું મકાન પાડીને નવેસરથી બનાવવું હોય તેણે મકાન ખાલી કરવા માટે આધેડને કહ્યું હતું જેથી કરીને હસમુખભાઈ કોઠીયાના મકાનનું 100 ટકા કામ પૂર્ણ થયું ન હતું તેમ છતાં પણ કેટલોક માલસામાન તેમણે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કર્યો હતો પરંતુ રોકડા રૂપિયા અને દાગીના જે હતા તે ભાડે રાખેલા મકાનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મકાન ખાલી કર્યો ત્યારે આ કિંમતી માલ સામાન ત્યાંથી લીધેલ ન હતો દરમિયાન મકાન પાડવા માટે આવેલા લોકો દ્વારા મકાન પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ગત તા. 26/2 ના સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈએ 3.20 લાખ રોકડા તથા 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 10,20 લાખ રૂપિયા આમ કુલ મળીને 13.40 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ સી.એસ.સોંદરવા ચલાવી રહ્યા છે.






Latest News