મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત


SHARE











ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત

ટંકારાના મીતાણા પાસે આવેલ પ્રભુનગર ગામે રહેતા માલધારીની પાંચ થી છ ભેંસને વીજ શોક લાગતાં તેનું મોત નીપજયા છે જેથી કરીને માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે તેવી મોરબીના માલધારી આગેવાન કરસનભાઈ એમ. ભરવાડ દ્વારા પશુપાલન મંત્રીને રજૂઆત કરીને માંગ કરવામાં આવે છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાના પ્રભુનગર ગામે રહેતા માલધારી કરમણભાઈ ગાડુભાઇ મુંધવા ભરવાડ જેઓની દુધાળા પશુઓ ભેંસ પાંચ થી છ જે બે થી ચાર દિવસ પહેલા વહેતા પાણીના ખાડામાં ચાલુ વીજ પ્રવાહના કારણે વીજ શોક લાગતા મોત નીપજયું હતું જેથી કરીને દુધાળા પશુ વીજ શોક લાગવાના કારણે મૃત્યુ પામતા ગરીબ માલધારી ઉપર આભ તૂટી પડ્યું છે ત્યારે આ માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે. જેથી હાલમાં રાજ્યના પશુપાલન મંત્રી તેમજ મુખ્યમંત્રીને સહાય ચૂકવવા માલધારી સમાજના આગેવાન કરસનભાઈ ભરવાડે રજૂઆત કરેલ છે અને આ માલધારી પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તે જરૂરી છે.

મોટીબરાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માળિયા(મિં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. સાથે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યા મુજબ આગમી સમયમાં શાળામાં કિચન ગાર્ડન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ શાકભાજીના બીજ લાવશે અને શાળામાં રોપવામાં આવશે.






Latest News