મોટો ધડાકો: મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં રજૂ કરવામાં આવેલ મરણના બંને દાખલા પાલિકાએ ઇશ્યૂ કર્યા જ નથી !, ભેજાબાજ કોણ ?
SHARE
મોટો ધડાકો: મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં રજૂ કરવામાં આવેલ મરણના બંને દાખલા પાલિકાએ ઇશ્યૂ કર્યા જ નથી !, ભેજાબાજ કોણ ?
મોરબીના વજેપર ગામ સર્વે નંબર 602 વાળી કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના મૂળ માલિક હાલમાં ન્યાય માટે સ્થાનિક અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી રહ્યા છે અને તાજેતરમાં પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવેલ છે. તેનાથી ફરિયાદીને જ સંતોષ નથી એટલા જ માટે હાલમાં આ ચકચારી જમીન કૌભાંડને લઈને હાઇકોર્ટ સુધી કાનૂની લડાઈ ચાલી રહી છે તેવામાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ આ જમીન કૌભાંડ કરવા માટે જે મહિલાને વારસદાર બનાવવામાં આવેલ છે અને તેના દ્વારા આધાર તરીકે જે મરણના દાખલા રજૂ કરવામાં આવેલ છે તે મરણના દાખલા મોરબી પાલિકામાંથી ઇશ્યૂ કરવામાં આવ્યા જ નથી તેવું પાલિકાએ લેખિતમાં આપેલ છે તો પણ હજુ આરોપીઓને બચાવવા માટે તપાસના નાટકો કરવામાં આવી રહ્યા હોવાનો ફરિયાદી ગંભીર આક્ષેપ કરેલ છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (૬૫) એ ગત તા.૧૫ ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી, મોરબી-૨ અને સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે.તરઘરી વાળાની સામે જમીન કૌભાંડની ફરીયાદ નોંધાવેલ હતી.જો કે, ફરિયાદી દ્વારા ગત જાન્યુઆરી મહિનાથી સ્થાનિક અધિકારીથી લઈને મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે બાદ તેઓની માલીકીની જમીન માટે ભેજાબાજ શખ્સો દ્વારા કરવામાં આવેલ જમીન કૌભાંડની ફરિયાદ પોલીસે લીધેલ છે. પરંતુ અરજદાર દ્વારા તેઓની પહેલી અરજીથી જે લોકોના નામ જોગ રજૂઆતો કરી રહ્યા છે તે રજૂઆતો અને લેખિત ફરિયાદને ધ્યાને લઈને ફરિયાદ લેવામાં આવેલ નથી. જેથી પોલીસે લીધેલ ફરિયાદથી ફરિયાદીને જ અસંતોષ છે, તે હક્કિત છે.
ગત તા.૧૦-૦૭-૨૦૨૪ ના રોજ ફરિયાદીની જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન વા/ઓ મનજીભાઇ પરમારએ ખોટુ સોગંદનામુ કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવ્યો હતો.શાંતાબેન બેચરભાઈ ડાભી કે જે મનજીભાઈ ૫રમારના પત્નીએ સર્વે નંબર- ૬૦૨ વાળી જમીનના મુળ માલિક સ્વ.બેચરભાઈ ડુંગરભાઇ નકુમની દિકરી શાંતાબેન બેચરભાઈ ડાભી હોવાની ખોટી શાખ ઉભી કરી હતી અને આ કિંમતી જમીનમાં પોતે વારસાઇ નોંઘ પાડવા મામલતદાર ઈ-ધારા કેન્દ્ર મોરબીમાં તા.૧૬-૦૭-૨૦૨૪ ના રોજ હક્ક પત્રકની નોંઘ દાખલ કરવા અરજી કરેલ હતી. જેમાં અરજદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વા/ઓફ મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી મોરબી-૨ દર્શાવ્યુ છે.જોકે તેઓ કોળી જ્ઞાતિના છે તેમજ તેમના પિતાનું નામ ગેલાભાઈ ખોડાભાઈ કારૂ છે તેમ છતા ફરીયાદીના પિતાના વારસદાર તરીકે ખોટુ સોગંદનામું કર્યુ હતુ.!
અત્રે ઉલેખનીય છે કે, જે મહિલાને આ કરોડોની જમીનમાં વારસદાર તરીકે કૌભાંડ કરીને નામ ચડાવવામાં આવ્યું છે તે મહિલાએ તેની માતા અને પિતાને જે મરણના દાખલાઓ રજૂ કરેલ છે તેમાં બેચરભાઈ ડુંગરભાઈ ડાભી નું અવસાન તા 8/3/1976 ના રોજ અને તેની માતા ડાયબેન બેચરભાઈ ડાભીનું અવસાન તા 13/3/1982 ના રજૂ થયેલ હોવાનું લખવામાં આવેલ છે અને આ બંને મરણના દાખલા મોરબી નગરપાલિકામાંથી મેળવ્યા હતા જેથી કરીને આ મહિલાએ રજૂ કરેલ બંને મરણના દાખલાની ખરાઈ કરવા માટે જમીનના મૂળ માલિક ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા મોરબી મહાપાલિકામાંથી પ્રમાણિત નકલ માટે પત્ર લખવામાં આવેલ હતી અને તેની સામે મોરબી પાલિકા કે જે હાલમાં મહાપાલિકા બની ગયેલ છે તેમાંથી ચોકાવનારો ખુલાસો થયેલ છે.
હાલમાં ભીમજીભાઈ બેચરભાઈ નકુમના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ ખોટા આધાર પુરાવાઓની સાથે જે બે મરણના દાખલા રજૂ કરવામાં આવેલ છે તેની માહિતી પાલિકામાંથી માંગી હતી જેમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જે લેખિતમાં જવાબ આપવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ભીમજીભાઇ નકુમ દ્વારા ડાયબેન બેચરભાઈ ડાભીના મરણનો દાખલો નોંધણી ક્રમાંક 752 તા 19/7/1982 અને બેચરભાઈ ડુંગરભાઈ ડાભી ડાભીના મરણનો દાખલો નોંધણી ક્રમાંક 74 તા 18/3/1982 ના બે મરણ દાખલા રજૂ કરવામાં આવેલ છે જે બંને મરણ દાખલામાં રજૂ કરવામાં આવેલ નોંધણી નંબર અને તારીખની રેકોર્ડ તપાસણી કરતાં તે નોંધણી નંબર અને તારીખ મુજબ નોંધ નથી. એટ્લે કે બેચરભાઈ ડુંગરભાઈ ડાભીનું અવસાન તા 8/3/1976 ના રોજ અને તેની માતા ડાયબેન બેચરભાઈ ડાભીનું અવસાન તા 13/3/1982 થયેલ હોવાના બંને મરણના દાખલા ખોટા હોવાનું સામે આવ્યું છે તો પણ પોલીસને હજુ આરોપી મળી રહ્યા નથી અને ફરિયાદીના કેવા મુજબ આરોપીઓને છાવરવા માટે હાલમાં તપાસના નાટકો કરવામાં આવી રહ્યા છે.









