મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે વાડીની ઓરડીમાથી કપાસ વેચાણના ૮૧,૫૦૦ ની ચોરી


SHARE







ટંકારાના હડમતીયા ગામે વાડીની ઓરડીમાથી કપાસ વેચાણના ૮૧,૫૦૦ ની ચોરી

ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં કપાસ વેચાણના ૮૧,૫૦૦ રૂપિયા મૂકી રાખ્યા હતા જે કોઈ અજાણ્યા શખ્શે વાળીની ઓરડીમાં પ્રવેશ કરીને ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે માટે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે અશ્વિનભાઈ ધનજીભાઈ રાણસરિયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી બાબુભાઈ દુલાભાઈ મોહનીયા (ઉંમર ૩૭)અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા૧૯/૧૧ થી ૨૦/૧૧ દરમ્યાન તેમણે પોતાના કપાસના વેચાણના ૮૧,૫૦૦ રૂપિયા પોતાની વાડીની ઓરડીમાં મુક્યા હતા જે રૂપિયાની કોઈ અજાણ્યા શખ્સે ઓરડીમાં પ્રવેશ કરીને ચોરી કરેલ છે જેથી કરીને બાબુભાઈ મોહનીયાએ હાલમાં અજાણ્યા શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News