મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૫ પ્રશ્નો શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક રજૂ કરાયા


SHARE









મોરબી જિલ્લાના ૧૫ પ્રશ્નો શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક રજૂ કરાયા

તાજેતરમાં કર્ણાવતીના મણિનગરના ડો. હેડગેવાર ભવન ખાતે શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળેલ હતી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લાના અધ્યક્ષ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લાના જુદાજુદા પંદર પ્રશ્નો રજૂ કર્યા હતા.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કારોબારી ગુજરાત પ્રાંતની ટીમ ખુબજ એકટીવ બની અત્યાર સુધી અનેક પ્રશ્નોની સફળ રજુઆતો કરી સફળતા પ્રાપ્ત કરેલ છે તાજેતરમાં કર્ણાવતીના મણિનગરના ડો. હેડગેવાર ભવન ખાતે યોજાયેલી શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં જુદાજુદા મોરબી જિલ્લાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ:-૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા બાબત, વર્ષ:-૨૦૦૫ પહેલાંના કર્મચારીઓની સીપીએફ કપાત બંધ કરી તા.01.04.2025 થી જીપીએફ એકાઉન્ટ ઓપન કરવા બાબત, વર્ષ:-૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં  ટ્રાન્સફર કરવા બાબત, સીપીએફ એકાઉન્ટ ઓપન કરવામાં પાંચ પાંચ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જાય છે, ઝડપથી કાર્યવાહી થાય એ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવા બાબત, ખાતાકીય પરીક્ષા કલાસ-2 ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવાની છૂટ આપવા બાબત, વર્ષ દરમ્યાન શિક્ષકોને પોતાના વર્ગ બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આપવામાં આવે છે એ તાલીમ ઓછી કરવા સહિતના કુલ મળીને ૧૫ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં હિતેશભાઈ ગોપાણી, દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, પ્રવિણભાઈ ધોળુ, સંદીપભાઈ આદ્રોજા, હિતેશભાઈ પાંચોટીયા, નિરવભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા.




Latest News