મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં સારસ્વત સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીની આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજ દ્વારા સારસ્વત સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, માજી ધારાસભ્ય બાનવજીભાઈ મેતલીય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શિક્ષકોનું સન્માન સાંસદ સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સાંસદ પરસોતમભાઈ રૂપાલા પોતાની આગવા અંદાજમાં લોકોનું  સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, “આજની તારીખે ઘણા એવા બાળકો છે જેને ગુજરાતી આવડતું નથી અને તે વાતનો તેના માતા પિતાને ગર્વ હોય છે જો કે, માતૃભાષા વગર આપણી રાષ્ટ્રીયતા અને અસ્મિતા માતૃભાષા વગર ખીલશે નહીં માટે બાળકોને માતૃભાષા સાથે જોડાવા માટેનો શિક્ષકો દ્વારા પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે”. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા સહિતના સંચાલકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News