રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE









મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબીના આંગણે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે આ નાટકનું આયોજન કરનાર માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ટિકિટ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોરબીના નગરજનો તરફથી સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબીમાં ૧૩ વર્ષ પહેલા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ૧૪ માં વર્ષમાં માતૃભૂમિ વંદના પ્રવેશ કરી રહ્યું છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક પ્રથમ વખતની ભવ્ય સફળ બાદ બીજીવાર મોરબીના આંગણે લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ટિકિટના વેચાણ માટેના જાણતારાજા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ અને “અમારા પરિવારની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે” ના સંકલ્પ સાથે જાણતારાજા મહાનાટકની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના દાતાઓ સહિતના તમામ લોકો તરફથી સનાતન ધર્મના ઉત્થાન માટે સહભાગી થવાની ભાવના સાથે ટિકિટ લેવામાં આવે તેવો અનુરોધ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News