રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ટિફિનનો ધંધો કરતા યુવાન અને તેની પત્ની ઉપર ધંધાકીય હરીફાઈનો રોષ રાખી હુમલો


SHARE









મોરબીમાં ટિફિનનો ધંધો કરતા યુવાન અને તેની પત્ની ઉપર ધંધાકીય હરીફાઈનો રોષ રાખી હુમલો

મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતો યુવાન અને તેની પત્ની ટિફિન સર્વિસનું કામકાજ કરતા હોય અને સાથે તે જ વિસ્તારમાં રહેતા અન્ય એક વ્યક્તિ પણ ટિફિન સર્વિસનું કામ કરતા હોય તેમાં એક ગ્રાહક દ્વારા ફરિયાદી પાસેથી ટિફિન મંગાવવામાં આવતા તે સામેવાળાને સારું નહીં લાગતા ધંધાકીય હરીફાઈનો રોષ રાખીને યુવાનને માથા તથા હાથે-પગે ઇજા પહોંચાડવામાં આવી હતી અને તેને બચાવવા વચ્ચે પડેલ તેની પત્નીને પણ મૂઢ માર મારવામાં આવ્યો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રણછોડનગર વીસીપરા નજીક રહેતા કેતનભાઇ દેવજીભાઈ ચાવડા (ઉમર ૪૧) કે જેઓ ટિફિન સર્વિસનો ધંધો કરે છે તેઓને બે લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેને છોડાવવા માટે તેમના પત્ની રૂપલબેન વચ્ચે પડતા તેણીને પણ મુઢ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.જે બાબતે ભોગ બનેલ કેતનભાઇ ચાવડાએ સામેવાળા હિતેશભાઇ પોપટભાઇ સોલંકી અને સંજયભાઈ પોપટભાઈ સોલંકી બંને રહે.મોરબી વીસીપરા વિજયનગરના ખૂણા પાસે સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાંકેતનભાઇએ જણાવ્યું હતું કે પોતે ટિફિનનો ધંધો કરતા હોય અને સામેવાળા હિતેશભાઈ સોલંકી પણ ટિફિનનો ધંધો કરતા હોય તેઓના ગ્રાહકે ફરિયાદી કેતનભાઇ ચાવડા પાસેથી ટિફિન મંગાવ્યું હતું. જે બાબતે સામેવાળા હિતેશભાઈને સારું ન લાગતાં ગાળો આપી ઝઘડો કર્યો હતો અને બાદમાં માથા તથા હાથે-પગે માર મારવામાં આવ્યો હતો અને તેમના પત્ની રૂપલબેન છોડાવવા વચ્ચે પડતા તેણીને પણ મુઢ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.આ બાબતે કેતનભાઇ ચાવડાએ સામેવાળા હિતેશભાઈ સોલંકી અને સંજયભાઈ સોલંકી સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સ્ટાફના બી.કે.દેથા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા-વનાળીયા સોસાયટી નજીક રહેતા પાંચાભાઇ નથુભાઈ સોલંકી (૫૦) ને વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તે રીતે જ મોરબી સામાકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા સાહિલભાઇ ફિરોજભાઈ મકરાણી નામના ૪૨ વર્ષના યુવાનને શહેરના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા મયુર નારણભાઈ પાટડીયા નામના ૨૫ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લઇ જવાયો હતો.આ બનાવોની સીટી બી ડીવીઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ પાસે આવેલ સેગા સીરામીક પાસેથી પગપાળા જઈ રહેલ અશોકભાઈ મદનભાઈ તિવારી (ઉંમર ૫૨) રહે.કુમારભાટ કિશનગઢ ઉત્તરપ્રદેશને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત અશોકભાઈ તિવારીને અત્રે સામેકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી




Latest News