મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE

















ટંકારાના મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી

ટંકારાના મોટા રામપર ગામમાં કરિયાણાની દુકાન પાસે બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા અને ખેતી કામ કરતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલા (33)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોટા રામપર ગામે કરિયાણાની દુકાન પાસે તેણે પોતાના પિતાજીની માલિકીનું બાઈક નંબર જીજે 3 એફએમ 6620 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતો જગદીશ વિઠ્ઠલભાઈ સિહોરા (14) નામનો બાળક બાઇકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં જગદીશને ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

તરુણ સારવારમાં

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનમેટ ગામે રહેતા મોહન મેરૂભાઈ (17) નામના તરુણને વાડીએ હતો ત્યારે જમ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.




Latest News