ટંકારાના ઘુનડા (ખા) ગામે રહેતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત
મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
SHARE









મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
મોરબીમાં શિવમ હોસ્પિટલની પાછળ, પીપળી ગામના બસ સ્ટેશન પાસે અને નવલખી રોડે દારૂની જુદી-જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 10 બોટલ સાથે કુલ ત્રણ શખ્સને પકડાયા હતા તેઓની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5,600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનોજભાઈ ધનજીભાઈ સોલંકી (24) રહે. ઇન્દિરાનગર શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે આવી રીતે મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5,600 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સિધ્ધરાજસિંહ સુરપાલસિંહ ચુડાસમા (28) રહે, શિવપાર્ક સોસાયટી ધરમપુર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલવે કોલોની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી વિદશીદારૂના કાગળના 4 પાઉચ મળી આવ્યા હતા જેથી 400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રીયાદ ઉર્ફે રાજયો રફિકભાઈ પઠાણ (21) રહે. નવલખી રોડ નવી રેલવે કોલોની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
